ADVERTISEMENT
હે કષ્ટભંજક! કષ્ટ નિવારો,
આ ડૂબતી નૈયા પાર ઉતારો.
દોષ છે પૃથ્વીના નરનારીનો,
ક્ષમા આપી બસ સૌને ઉગારો.
હે અંજનેય! રસ્તો બતાવો,
સંકટ છે મોટુ, હરી જાઓ.
કોટિ ભક્તો તમને બોલાવે,
આ સંકટને હવે તમે શમાવો.
હે બજરંગ ! ગદા ઉઠાવો,
ઊંઘતાને હવે તો જગાવો..
ડંડા-બંદૂકો પોલીસ ઉઠાવતી,
ઉદંડ જનતાને નરક બતાવો.
હે રામભક્ત! પ્રાણ બચાવો,
ફરી વાર સંજીવની લાવો.
વિનવે “પ્રીત”,બની દાસ તમારો
વિનંતી સાંભળી વે’લા આવો.
– પ્રીત લીલા ડાબર