દેશમાં કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 175 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધારે 83 કેસ નોંધાયા છે.
ગત 3 દિવસ દરમિયાન અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે કોટ વિસ્તારમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. જેના પગલે અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ કાળુપુર ફ્રૂટ અને શાક માર્કેટને આજથી એટલે કે બુધવારથી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા નહેરુબ્રીજને પણ આજથી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.આંબાવાડી, બાપુનગર, દરિયાપુર, દાણીલીમડા સહિત કુલ 8 વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાયા છે.