ગુજરાતમાં પણ કોરોનાના કેસની સંખ્યા 175 કરતાં વધી છે. જો વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 83 થઈ છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કાલુપુર શાકમાર્કેટ અને ફ્રુટ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી છે. જોકે, આ જાહેરાત પછી શાકમાર્કેટની દુકાનોમાં લોકોએ લૂંટફાટ કરવાનું શરૂ કર્યું હતું. જેને પગલે પોલીસ દોડી આવી હતી.
કાલુપુરની શાકમાર્કેટ બંધ રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુરના શાકમાર્કેટ સહિત નહેરુબ્રિજ બંધ રાખવાનો આદેશ કરાયો હતો. કોટ વિસ્તારમાં સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવે છે.