ADVERTISEMENT
કેટલા સમય થી નથી મળ્યા એ
એ આજે આમ અચાનક જ઼
રસ્તા માં મળી ગયા
આંખો થી આંખો મળી અને
એ શરમાય ગયા
વાત શબ્દો થી ન કરી એને
પણ નયનો ના બાણ લાગી ગયા
મળે એ સપના ઓ માં કાયમ મારા
પણ આજે એ હક્કીકત માં પણ
મળી ગયા
જોતા જ઼ એમાં હું એવો તો
ખોવાઈ ગયો
હું કોણ છું એ પણ ક્ષણવાર માટે
હું ભૂલી ગયો
ઘણા સમય થી જોવાતી હતી
જેની વાટ
આજે થઈ ગઈ પુરી વાટ જાણે એ
કેટલા સમય થી નથી મળ્યા એ
આજે આમ અચાનક જ઼
રસ્તા માં મળી ગયા….
આમ અચાનક જ઼ એ રસ્તા માં મળી ગયા…
હેતલ. જોષી…..