અઢળક અંધારા ભલે અકળાવે જગે
પણ ઉજળી એક સવાર હોવી જોઈએ.
નીકળી તો જવાશે જ ચોક્કસ સમયે
મંઝિલ આ મનમાં શાનદાર હોવી જોઇએ.
વાહ…વાહ ને વાહ મળે પણ ખરી
રજુઆત કોઇ ધારદાર હોવી જોઈએ.
ADVERTISEMENT
સાંભળશે તમને આ લોક ધ્યાનથી
વાત જુઓ અસરદાર હોવી જોઇએ.
આ સંબંધ વચ્ચે જગ્યા કળાતી નથી
લાગણી આ સમજદાર હોવી જોઈએ.
ને તમે હો માનીતા કોઈ મનગમતાંના
તો પછી કોઇ માંગ ન ધરાર હોવી જોઈએ.
~ નિલેશ બગથરિયા
“નીલ”
Source: www.kavijagat.com