વિતેલા વર્ષમાં દુનિયાભરમાં વીઆર એટલે કે વર્ચઅલ રિયાલિટી સાથે સંબંધિત કન્ટેન્ટ શોધનાર લોકોની સંખ્યા ૨૦ કરોડથી વધારે રહી છે. જા તમે ટેકનોલોજી ફ્રેન્ડલી છો તો વીઆર કન્ટેન્ટને બિઝનેસ માટે ડેવલપ કરી શકો છો. આની સાથે સંબંધિત વિડિયો અને બ્લોગ વાંચનાર લોકોની સંખ્યા પણ ખુબ વધારે થઇ રહી છે. બિઝનેસ સેક્ટરમાં એઆર અને વીઆર ટેકનોલોજીના વધતા જતા ઉપયોગના કારણે લોકોને ખુબ ફાયદો થયો છે. બીજી બાજુ વર્ચુઅલ રિયાલિટી જેવી ટેકનોલોજી યુવાઓને સ્ટાર્ટ અપના અનેક અવસર ઉપલબ્ધ કરાવી લેવામાં પણ મદદરૂપ બની રહી છે. વીઆર ટેકનોલોજી સાથે સંબંધિત બિઝનેસના ગ્રોથનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે વર્ષ ૨૦૨૦માં આની સાથે સંબંધિત માર્કેટનુ કદ આશરે ૧.૪ લાખ કરોડ સુધી પહોંચી ગયુ છે. જ્યારે વર્ષ ૨૦૨૪ સુધી વીઆર ટેકેનોલોજી અને સંબંધિત પ્રોડક્ટસનુ ગ્લોબલ માર્કેટ કદ આશરે ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધારે રહેનાર છે. ટેકનોલોજી સાથે સંબંધિત બિઝનેસ અને તેમની ફ્યુચર પ્લાનિંગને લઇને સર્વે કરનાર અમેરિકી એજન્સીઓએ હાલમાં વીઆર સંબંધિત બિઝનેસને લઇને ભાવિ ઉજવળ હોવાની બાબત રજૂ કરી છે. ખાસ કરીને ભારત સહિત કેટલાક એશયન દેશોમાં વીઆર ટેકનોલોજી સાથે સંબંધિત બિઝનેસનો ગ્રોથ સૌથી વધારે રહેવાનો અંદાજ છે.
જા કે વીઆર સાથે સંબંધિત એવા ક્યા બિઝનેસ છે જે સૌથી વધારે ફાયદાકારક રહેનાર છે તેને લઇને કેટલીક માહિતી નિષ્ણાંતો દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે. વીઆર ટેકનોલોજી સાથે સંબંધિત પ્રોડક્ટસની યાદી ખુબ લાંબી છે. જા કે મુખ્ય રીતે જે પ્રોડક્ટસની માંગ વધી છે તેમાં વીઆર હેન્ડસેટ, સેંસર, પ્રોજેક્ટ અને ડિસ્પ્લે વોલ, ટ્રેકિગં ડિવાઇસ અને હાઇ પાવરવાળા કોમ્પ્યુટર સિસ્ટમ સામેલ છે. વીઆર ટેકનોલોજીવાળી તમામ પ્રોડક્ટસઅને અન્ય વસ્તુઓની કિંમત વધારે છે. જા કે લોકોનો વીઆર ટેકનોલોજીમાં ક્રેઝ વધી રહ્યો છે જેથી સ્ટાર્ટ અપ આઇડિયાની શોધમાં રહેલા યુવાનોને તક મળી રહી છે.
આવા પ્રોડક્ટસના રેટ બિઝનેસ એક ફુટફુળ આઇડિયા તરીકે છે. વીઆર હેન્ડસેટ અથવા તો અન્ય ડિવાઇસ જેમની કિંમત ૧૦ હજાર રૂપિયા અથવા તો વધારે છે તેમને આ રેન્ટ બિઝનેસમાં સામેલ કરવામાં આવી શકે છે. આવા સ્ટાર્ટ અપની સંખ્યા ચીન અને સિંગાપોરમાં અતિ ઝડપથી વધી રહી છે. વીઆર સાથે સંબંધિત બિઝનેસની લોકપ્રિયતાને આ બાબતથી સમજી શકાય છે કે વર્ષ ૨૦૧૯માં આ સેક્ટરતી સંબંધિત ૫૦થી વધારે સ્ટાર્ટ અપને રોકાણકારો મળી ચુક્યા છે.