હાલમાં કોરોના વાયરસના કારણે માત્ર ભારત જ નહીં બલ્કે દુનિયાના તમામ દેશો ત્રાહીમામ પોકારી ગયા છે. આના કારણે દુનિયાના દેશોમાં મોતનો આંકડો ૫૩ હજારથી વધારે છે. કેસોની સંખ્યા તો લાખોમાં રહેલી છે. ભારતમાં પણ વધતા જતા કેસો વચ્ચે દેશભરમાં હાલ લોકડાઉનનો ગાળો ચાલી રહ્યો છે. કોઇને ઓફિસ ન આવવા માટે સુચના આપવામાં આવી છે. મોટા ભાગની મોટી કંપનીઓ દ્વારા હાલમાં તેમના ઉપયોગી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કહેવામાં આવ્યુ છે. આ પ્રવાહ ભારતમાં વધારે ચલણમાં નથી. જા કે હવે કોરોના વાયરસ બાદ જ્યારે સ્થતી ફરી હળવી બનશે અને કારોબાર તમામ ધમધમતા થશે ત્યારે આ કલ્ચર જારી રહી શકે છે.
કારણ કે કંપનીઓ આ કલ્ચરમાં કેટલાક બિનજરૂરી ખર્ચને બચાવી શકશે. સાથે સાથે વધારે કામ પણ લઇ શકશે. આ પ્રવાહ ભારતમાં હવે શરૂ થાય તેમ માનવામાં આવે છે. કેટલીક આઇટી કંપનીઓમાં આ પ્રવાહ પહેલાથી જ છે પરંતુ હવે સામાન્ય રીતે આ પ્રવાહ એટલે કે વર્ક ફ્રોમ હોમ શરૂ થઇ શકે છે. મોટી સંખ્યામાં ઓછી કુશળતા ધરાવતા કર્મચારીઓની નોકરી જવાનો ખતરો પણ રહેલો છે. તમામ લોકોને હવે કટોકટીના સમયમાં કુશળતા વધારી દેવી પડશે. બદલાઇ રહેલા બિઝનેસના માહોલમાં પુરતા લાભ લેવા માટે કર્મચારીને હમેંશા સાવધાન રહેવાની જરૂર હોય છે. કોઇ પણ કર્મચારીને હાલમાં સમયની સાથે અને બિઝનેસના બદલાઇ રહેલા સમયની સાથે આગળ વધવાની જરૂર હોય છે.
ભવિષ્યમાં કંપની અને કર્મચારી બન્નેની સફળતા આ બાબતની સાથે નક્કી થશે કે નવા વર્ક પ્લેસની જરૂરિયાતને તમે કઇ રીતે પૂર્ણ કરી રહ્યા છો. તાજેતરના સમયમાં જુદા જુદા સેક્ટરમાં ફેરફાર થઇ રહ્યા છે. કર્મચારીઓને આના માટે તૈયારી કરી લેવી જાઇએ. બેકિંગ અને ફાયનાÂન્સયલ સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓ માટે સૌથી જરૂરી બાબત એ છેકે તેઓ ઝડપથી બદલાઇ રહેલા ડિજિટલ ટેકનોલોજી ઇકો સિસ્ટમમાં પોતાની પ્રોફેશનલ નોલેજને સારી રીતે વધારે. સાથે સાથે સ્કલ પર ધ્યાન કેન્દ્રિત કરે. કસ્ટમર એક્સપિરિયન્સ ટ્રાન્સફોર્મેશન માટે મલ્ટીપલ સિસ્ટમની સાથે કોલાબરેશન કરવાની ક્ષમતા વિકસિત કરવાની જરૂર છે.
વર્યુઅલ રિયાલિટી, મસીન લ‹નગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ , સાયબર સિક્યોરિટી , બિગ ડેટા, એડવાન્સ્ડ એનાલિટિક્સ, ડિજિટલ માર્કેટિંગ, ઇન્ટરનેટ ઓફ થિગ્સ, રોબોટિક્સ, પ્રોસેસ ઓટોમેશનજેવા ક્ષેત્રમાં સ્કલને વધારી દેવાનો સમય આવી ગયો છે. એફએફસીજી અને રિટેલ ક્ષેત્રમાં પણ માહોલ બદલાઇ રહ્યો છે. બિઝનેસનો માહોલ હમેંશા બદલાતો રહે છે. આવી સ્થતીમાં એક કુશવ કર્મચારીને હમેંશા નવી નવી સ્કીલમાં વધારેને વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે.
આ સેક્ટરના તમામ કર્મચારીઓને પોતે પોતાના મુલ્યાંકન પર ધ્યાન આપવુ જાઇએ. પોતાની તાકાત અને અપેક્ષા વચ્ચે તાલમેલ બેસાડી દેવા માટેના પ્રયાસો કરવા જાઇએ. ગ્રાહકો સાથે મજબુત પર્સનલ સંબંધ સ્થાપિત કરવાની આ ક્ષેત્રમાં જરૂર હોય છે. રિટેલ અને એફએમસીજીના સેક્ટરમાં ઇનોવેશન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે પણ જરૂરી છે. ફંક્શનલ અને લીડરશિપ ક્વાલિટી વિકસિત કરવાની જરૂર હોય છે. કર્મચારીને હમેંશા કોર સ્કલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. પોતાની કુશળતા કેટલી છે તે બાબત અંગે નિર્ણય લઇને પોતાના લક્ષ્ય નક્કી કરવા જાઇએ. ફાર્મા સેક્ટરની વાત કરવામાં આવે તો તેની સામે નવા પડકારો આવી રહ્યા છે. વર્તમાન નિયામક પડકારોના દોરમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ રિ ઇન્વેશનના દોરમાંથી પસાર થાય છે. યુએસએફડીએ દ્વારા નિરીક્ષણની સંખ્યા વધારી દેવામાં આવ્યા બાદ મેન્યુફેકચરિંગ કામગીરી પર ધ્યાન આપવાની જરૂરિયાત દેખાઇ રહી છે.
આના માટે કેટલાક ઉદેશ્ય નક્કી કરીને આગળ વધવામાં આવે તે જરૂરી છે. આ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા માટે લેટેસ્ટ મેનેજમેન્ટ ટુલ્સ અને ડેટા એનાલિટિક્સ પર ધ્યાન આપવાની હવે જરૂર છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત દેખાઇ રહી છે. આજના દોરમાં નવી ટેકનોલોજી જેમ કે ડ્રાઇવરલેસ કાર, શેયર્ડ મોબિલિટી જેવી ચીજા આવી રહી છે. ફેરફારના કારણે પારંપરિક મેન્યુફેકચરિંગના તરીકા હવે બદલાઇ રહ્યા છે. લોકો નવા નવા પ્રવાહ પર નજર રાખે છે. જેથી નવી જરૂરિયાતોને ધ્યાનમાં લઇને આ ક્ષેત્રમાં ધ્યાન કરવાની જરૂર છે.મેન્યુફેકચરિંગમાં સફળતા હાંસલ કરવા માટે ઇન્ડસ્ટ્રીઝમાં થઇ રહેલા ફેરફારો પર ધ્યાન આપીને