બોલિવુડમાં યુવા સ્ટારોમાં લોકપ્રિય ટાઇગર શ્રોફ કોરોના વાયરસ બાદ હાલ સ્થતી જટિલ બનેલી છે પરંતુ જ્યારે સ્થતી સામાન્ય બનશે ત્યારે તે ડાન્સ અને માર્શલ આર્ટસની સ્કુલ શરૂ કરશે. હાલમાં લોકડાઉનની સ્થતી વચ્ચે તે પણ ઘરમાં અટવાયો છે. વોર અને બાગી-૨ ફિલ્મ સફળ રહેતા હવે તે પોતાની માર્શલ આર્ટ સ્કુલ ખોલવાની દિશામાં ઝડપથી આગળ વધવા માટે ઇચ્છુક છે. તેની લાંબા સમયથી આ પ્રકારની ઇચ્છા રહેલી છે. કોરાનાના હાહાકાર પહેલા રજૂ કરવામાં આવેલી તેની બાગી-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ફિલ્મમાં તેની સાથે દિશા નજરે પડી હતી. આ ફિલ્મની તમામ બોલિવુડ કલાકારોએ પ્રશંસા કરી હતી.
જેમાં અક્ષય કુમાર અને રિતિક રોશનનો સમાવેશ થાય છે. ટાઇગર ટુંક સમયમાં જ બાળકો માટે એક માર્શલ આર્ટ અને ડાન્સિંગ સ્કુલ શરૂ કરવાની પણ યોજના ધરાવે છે. ટાઇગર પોતાના ચાહકો માટે કેટલીક યોજના ધરાવે છે. તે ચાહકો માટે શુ કરવા માટે ઇચ્છુક છે તેના અંગે હાલમાં વાત કરી હતી. ટાઇગરે પોતાની પ્રથમ ફિલ્મથી જ એક જારદાર ડાન્સર, એક્શન હિરો અને સ્ટન્ટમેન તરીકેની ઇમેજ ઉભી કરી છે. તેની હજુ સુધી રજૂ થયેલી મોટા ભાગની ફિલ્મો એક્શન આધારિત રહી છે અથવા તો ડાન્સ આધારિત રહી છે. આના કારણે ચાહકો તરફથી તેને પસંદ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થતીમાં ટાઇગરે હવે માર્શલ આર્ટ અને ડાન્સ સ્કુલ ખોલવાનો નિર્ણય કર્યો છે. ટાઇગરના આ સ્કુલમાં બાળકોને ટ્રેનિગં આપવામાં આવનાર છે. જે ભવિષ્યમાં ટાઇગરની જેમ પોતાની કેરિયર બનાવવા માટે ઇચ્છુક છે તેમન ટ્રેનિંગ આપવામાં આવનાર છે. હિરોપંતિ બાદ કેટલાક યુવાનો અને તેમના પરિવારના સભ્યો જાણવા ઇચ્છતા હતા કે તે માર્શલ આર્ટ અને ડાન્સ ક્યાંથી શિખી રહ્યો છે.