આલિયા ભટ્ટ અને રણબીર કપુર લોકડાઉનની સ્થતીમાં સાથે નજરે પડી રહ્યા છે. તેમના આવાસ પર બંનેને સાથે જાઇ શકાય તે પ્રકારના વિડિયો હવે સપાટી પર આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ બંને સાથે રહે છે. ટુંક સમયમાં બંને લગ્ન કરશે કે કેમ તેને લઇને હાલ કોઇ વાત કરવી મુશ્કેલ છે. હાલમાં કોરોનાના કારણે તમામ કારોબાર ઠપ્પ છે. શુટિંગ કેન્સલ છે. તમામ કલાકારો તેમના ઘર પર છે. હવે રણબીર અને આલિયાના લગ્નને લઇને ફરી ચર્ચા છેડાઇ ગઇ છે. હવે આગામી વર્ષે લગ્ન કરનાર છે. નજીકના સુત્રોએ આ મુજબની માહિતી આપી છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે બંને હવે સંબંધોને નવી ઉંચાઇ પર લઇ જવા માટે તૈયાર છે. રણબીર કપુરની સાથે આલિયા ભટ્ટ ડેટિંગ પર છે તે બાબત હવે કોઇ ગુપ્ત રહસ્ય તરીકે નથી. પરિવારના સભ્યોને પણ બંનેની જાડી પસંદ છે
એકબીજા પરિવારના સભ્યો આને લઇને ખુશ છે. સંબંધને મંજુરી પણ આપી ચુક્યા છે. આવી સ્થતીમાં હવે લગ્નની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે. તેમના સંબંધોને કપુર અને ભટ્ટના પરિવારે મંજરી આપી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રિશી કપુર બિમારીથી રિક્વર થઇ ગયા છે. હવે પરિવાર દ્વારા લગ્ન માટેની તારીખ નક્કી કરવામાં આવનાર છે. છેલ્લા ઘણા સમયથી રિશિ કપુર અમેરિકામાં સારવાર લઇ રહ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે માત્ર રિશી કપુર જ નહીં બલ્કે પરિવારના તમામ સભ્યો રણબીર કપુરની સાથે આલિયા ભટ્ટને જાવા માટે ઇચ્છુક છે. આલિયા ભટ્ટ અને રણબીરની સાથે પરિવારના સભ્યો પણ ફોટો પડાવી ચુક્યા છે. તેમના ફોટો વાયરલ પણ કરવામાં આવી ચુક્યા છે.